ખેરાલુમાં કોંગ્રેસનુ કાર્યકર્તા સંમેલન

admin
1 Min Read

 

ગુજરાતની 6 વિધાનસબા બેઠકોની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર બરાબરનો જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ બેઠક જીતવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કોંગ્રેસ ઠાકોર કાર્ડ રમશે. ખેરાલુ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ મીટીંગ યોજી હોદ્દેદારોની મુલાકાત કરી હતી. કોંગ્રેસના 20 વિધાનસભા ઉમેદવાર બાબુજી ઠાકોરને વિજયી બનાવવા માટે તાલુકા અને જિલ્લા સીટની વ્યક્તિગત જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કોંગ્રેસ ના ઉમેદવાર બાબુજીને જીતાડવા પ્રભારી લાખભાઈ ભરવાડ સહિતની ટીમે વિગતવાર માહિતી આપી હતી જેમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનોની ખાસ નોંધ લેવામાં આવી હતી. અમિતભાઇ ચાવડાએ મીટીંગ જણાવ્યું હતું કે, 6 વિધાનસભાઓ જીતવા  માટે છેલ્લા દિવસ સુધી ખૂબ મહેનત કરવી પડશે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યઓને પણ સામાન્ય કાર્યકર્તાઓ તરીકે કામ કરવું પડશે અને કોંગ્રેસબે જીતાડવી પડશે.

Share This Article