કેશોદના અગતરાય ગામે ચોરીના બનાવ બનતા ગ્રામજનોમાં રોષ

admin
1 Min Read

કેશોદમાં વારંવાર માલ સામાન રોકડ રકમની ચોરીના બનાવો બનતા હોય જે બાબતે ડે. કલેકટર મામલતદાર તથા પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહી થાય તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. કેશોદ તાલુકાના અગતરાય ગામે દશથી પણ વધુ ચોરીના બનાવો બન્યા છે. માલ સામાન તથા રોકડની ચોરી થયેલ જેમાં રહેણાંકમાં, સોનીની દુકાનમાં, ગૌશાળામા, કુમાર પે સેન્ટર શાળા, ગ્રામ પંચાયત, મંદિર, સહીત ચોરીના બનાવો ઉપરાંત ખેડુતના અગીયાર ગુણી જીરૂ તથા પાણી પુરવઠા બોર્ડની ઈલેક્ટ્રીક મોટર સહીતની ચોરીના બનાવો બન્યા છે. તાજેતરમાં જીડીસીસી બેંકમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા આગ ચાંપી દેતા રોકડ રકમ તથા માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો. અવારનવાર ચોરીના બનાવો બનતા હોય ગ્રામજનો દ્વારા પોલીસને ફરિયાદ કરવામા આવે તો ફરીયાદ નોંધવામાં આવતી નથી સાદી અરજી લેવામાં આવતી હોવાનો ગ્રામજનોનોએ આક્ષેપ કર્યો છે. અને વારંવાર બનતા ચોરીના બનાવોમાં ચોરને પકડવામાં આવેલ નથી જે બાબતે અગતરાય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડે. કલેક્ટર, મામલતદાર તથા પીઆઈને આવેદનપત્ર આપી તાત્કાલિક ચોરને પકડવામાં આવે તેવી માંગણી કરી છે અને જો ચોરને પકડવામાં નહી આવે તો અગતરાય દુકાનદારો સ્વયંભુ ગામ બંધ રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Share This Article