વાપીમાંથી ઝડપાયો ઈંગ્લિશ દારુનો જથ્થો

admin
1 Min Read

વાપીના મોટા ગરનાળા પાસેથી પોલીસે બાતમીના આધારે ઈંગ્લિશ દારુના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મોટા ગરનાળા પાસેથી છકડામાં ઈંગ્લીશ દારૂ લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને છકડાને રોકી તલાશી લેતા તેમાંથી ઈંગ્લિશ દારુનો જથ્થો મળી આવ્યો હતો.  પોલીસે દારુના જથ્થો તેમજ કુલ 1 લાખ 12 હજારનો મુદ્દામાલ કબજે કરી સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી.  મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે મોટા ગરનાળા પાસેની સંસ્કાર ભારતી સ્કુલ પાસેથી છકડામાં લઈ જવાતો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઈંગ્લીશ બનાવટના દારૂના જથ્થા સાથે 1,12,000ની કિંમતનો મુદ્દામાલનો કબજે કરી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મહત્વનું છે કે એકબાજુ રાજ્યમાં દારુબંધીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે દારુબંધીની વાતો વચ્ચે અવાર નવાર દારુનો જથ્થો ઝડપાતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે.

 

Share This Article