ખેરાલુમાં કોંગ્રેસ કાર્યલયમાં યોજાઈ મીટીંગ

admin
1 Min Read

ખેરાલુ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ મીટીંગ યોજી હોદ્દેદારોની મુલાકાત લીધી હતી.  કોંગ્રેસના  20 વિધાનસભા ઉમેદવાર બાબુજી ઠાકોરને વિજયી બનાવવા માટે તાલુકા અને જિલ્લા સીટની વ્યક્તિગત જવાબદારીઓ સોંપી છે. કોંગ્રેસના ઉમેદવાર બાબુજીને જીતાડવા પ્રભારી લાખભાઈ ભરવાડ સહિતની ટીમે વિગતવાર માહિતી આપી છે.  અમદાવાદ કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે તમામ આગેવાનોની હાજરી પુરીને ચૂંટણી લેસન આપ્યું હતું.   સ્થાનિક કોંગ્રેસના આગેવાનોની ખાસ નોંધ લેવાઈ હતી.  અમિતભાઇ ચાવડાએ મીટીંગ કોઈ સન્માન નહીં પણ 6  વિધાનસભાઓ જીતવા માટે યોજી હતી.  અને કહ્યું કે, ખૂબ મહેનત કરવી  પડશે. છેલ્લા દિવસ સુધી મેહનત કરવી પડશે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યઓ પણ સામાન્ય તરીકે કામ કરવાના છે.

 

Share This Article