મધ્યાહન ભોજન સંચાલકોએ સરકાર સામે બાયો ચડાવી

admin
1 Min Read

ગુજરાત મધ્યાહન ભોજનના સંચાલકોએ સરકાર સામે મોરચો માંડયો. પડતર માંગણીઓ મુદે મધ્યાહન ભોજન યોજના કર્મચારી એકતા મંચ દ્રારા મહેસાણામાં સંમેલન બોલાવવામાં આવ્યું. જેમાં રાજયના 100 તાલુકામાંથી 1200 થી વધુ સંચાલકો ઉમટી પડયા હતા. ખાનગીકરણને દુર કરી સંચાલકોને કાયમી કરવા માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી. વર્ષ 2020 માં 26 જાન્યુઆરીના રોજ ગાંધી આશ્રમ અમદાવાદથી ગાંધીનગર કૂચ કરશે. સરકારને પોતાની માંગણી અંગે રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે પહેલી વાર સમગ્ર ગુજરાતના મધ્યાહન ભોજન કર્મચારી એકતા મંચ દ્વારા એકતા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં આશરે 100થી વધુ તાલુકામાંથી 1200થી વધુ સંચાલક આગેવાનો ઉમટી પડ્યા હતા. એકતા મંચની આગેવાની કરતા પિયુષ વ્યાસ જેઓ એક આક્રમક આંદોલન કારીની છાપ ધરાવે છે. તેમણે કહ્યું છે કે, સંમેલન ધાર્યા કરતાં વધુ સફળ રહ્યું હતું. આ સંમેલનમાં સંચાલકો દ્વારા સરકારમાં પડતર માંગો અને તેમની આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આવનારા સમયમાં મધ્યાહન ભોજન એકતા મંચ દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓને ઓનલાઇન જોડી લેવામાં આવશે.

Share This Article