મહેસાણાના કડી ખાતે યોજાયો સન્માન સમારોહ

admin
1 Min Read

મહેસાણાના કડી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમારોહમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં કડી તાલુકાના વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ, ધોરણ-10 અને ધોરણ-12માં સારા ટકાએ પાસ થયેલ વિદ્યાર્થીઓનું ક્ષત્રિય ઠાકોર સેના કડી તાલુકા દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.  આ પ્રસંગે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમાજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના – કડી દ્વારા પ્રમાણપત્ર પણ અપાયુ હતું, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સન્માન સમારોહ પ્રસંગે ભોજન સમારોહનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

Share This Article