રાજ્ય સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવતા વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજ રોજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ પાટણ દ્વારા કલેકટર કચેરી બહાર સુત્રોચાર કરવામાં આવ્યા હતા અને ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપી 24 કલાકમાં સરકાર દ્વારા બિનસચિવાલયની ભરતી 12 પાસ ઉપર જ લેવામાં આવે તેવી માંગ કરી હતી. નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. એમ પણ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે ગુજરાત સરકારે આજે બપોરે ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ -12 પસાની લાયકાત યથાવત રાખવામાં આવી છે. જ્યારે ગ્રેજ્યુએશન પણ માન્ય રખાયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ જાહેરાત હતી તેઓએ કહ્યું હતું કે તાજેતરમાં જ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા રદ કરવામાં આવી હતી પરંતુ હવે રદ કરાયેલી પરીક્ષા ફરીથી 17મી નવેમ્બરે લેવામાં આવશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -