જૂનાગઢ : માળીયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદ ચૂંટણી

admin
1 Min Read

તાજેતર માં માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ ની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાતા  માળીયાહાટીના  માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન પદે લક્ષ્મણભાઈ રામભાઈ યાદવ ની તેમજ વાઇસ ચેરમેન પદે જેન્તીભાઈ કમાણી ની બિનહરીફ વર્ણી કરવામાં આવી છે. ચેરમેન લક્ષ્મણભાઈ યાદવ અને વાઇસ ચેરમેન જેન્તીભાઈ કમાણી સામે કોઈ પણે ફોર્મ રજૂ ના કરતા ચૂંટણી અધિકારી ખરાડી સાહેબ એ બંને ઉમેદવાર ને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે.લક્ષ્મણભાઈ યાદવ સતત 1992 થી માળીયા હાટીના માર્કેટિંગ યાર્ડ માં બિન હરીફ વિજેતા થાય છે. હાલ લક્ષ્મણભાઈ યાદવ જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘ માં પ્રમુખ તરીકે સેવા બજાવે છે. માળીયાહાટીના માર્કેટીંગ યાર્ડ ના સભાસદો તેમજ સહકારી ક્ષેત્ર ના આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂતો, મિત્રો મંડળો સાહિતો એ શુભેચ્છાઓ આપી હતી

 

 

Share This Article