રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ બિનસચિવાલની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેને લઈ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો એ સખ્ત વિરોધ દર્શવવામાં આવ્યો હતો. જે અનુસંધાને રાજ્ય સરકારે આ ભરતીની નવી તારીખ જાહેર કરી 17 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 15 નવેમ્બરથી પરીક્ષા ચાલુ થતી હોવાથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર આપી યુનિવર્સિટીની પરીક્ષા બિનસચિવાલની પરીક્ષા બાદ શરૂ કરવામા આવે તેવી માંગ કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -