ચાલુ સર્કસે 275 કિલોના રીંછે કર્યો ટ્રેનર પર હુમલો, ટ્રેનરના માથામાં અને ગળામાં બચકા ભર્યા

admin
1 Min Read

સર્કસમાં જંગલી પ્રાણીઓને ટ્રેનિંગ આપીને તેમની પાસે ખેલ કરાવવામાં આવે છે પરંતુ ક્યારેક આ જંગલી પ્રામીણ અચાનક જ હુમલો કરી દેતા હોય છે.. આવી અનેક ઘટનાઓ સામે પણ આવી ચુકી છે. ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ મોસ્કોમાં સામે આવ્યો છે. જ્યાં 275 કિલોના રીંછે ચાલુ સર્કસે તેના ટ્રેનર પર હુમલો કરી દીધો હતો. કેરેલિયા વિસ્તારમાં સર્કસના ખેલ દરમિયાન એક રીંછ એક પૈડાવાળી ગાડી લઈ જઈ રહ્યું હતું અને અચાનક તેણે પોતાના ટ્રેનર પર હુમલો કર્યો હતો અને તેને જમીન પર પાડી દીધો હતો. રીંછે ટ્રેનરના માથામાં અને ગળામાં બચકા ભર્યા હતા. આ ઘટનાથી સર્કલ નિહાળી રહેલ લોકો પણ ગભરાઈ ગયા હતા. તેમજ નાના બાળકોએ બૂમાબૂમ કરી દીધી હતી. રીંછ હુમલો કરી રહ્યો હતો તે જોઈને તેના ટ્રેનરનો સાથી ત્યાં આવી ગયો હતો અને તેણે રીંછને લાતો મારીને પોતાના સાથીને તેનાથી છોડાવ્યો હતો. ટ્રેનરને રીંછથી બચાવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે તેને કરંટ આપવામાં આવ્યો હતો. જ્યારે આ ભયાનક દ્રશ્યો જોઈને પ્રેક્ષકો પણ ત્યાંથી ભાગવા લાગ્યા હતા…

Share This Article