શહેરના બે યુવાનો એક્ટિવા પર સમીથી હારીજ જતાં કઠીવાડા અને સરવાલ વચ્ચે ટ્રકના ચાલકે ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે મોત થયા હતા.હારીજ ગામનાં બ્રિજેશ કનૈયાલાલ ઠક્કર અને સંજય ઉર્ફે મિથુન મહેશભાઈ નાયી લઇ સમીથી હારીજ પરત આવતાં કઠીવાડા અને સરવાલ વચ્ચે સામેથી આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતા એક્ટિવા ડ્રાઇવર સાઈડમાં અથડાઈ આગળના ટાયરમા આવી જતા બંને યુવાનોને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. સરવાલના ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો.મૃતકોના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ હારીજના હોવાની ઓળખ થતાં હારીજમાં જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા. નાઈ સંજય ઉર્ફે મિથુન માતા પિતાનો એકનો એક પુત્ર ગુમાવતાં નાઈ સમાજમાં શોકાતુર વાર્તા જવા પામ્યો હતો જ્યારે બ્રિજેશ કનુભાઈને બે ભાઈઓ નાનો અપરણિત યુવાન હતો. બંને આશાસ્પદ યુવાનોના મોત થતા હારીજ ગામમાં ગમગીની છવાઈ જવા પામી છે. બંને યુવાનોને પી.એમ અર્થે હારીજ સરકારી રેફરલ ખાતે લાવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -