ગીર-સોમનાથ : રાજપરા ગામના દરીયામા હજુ પણ કરંટ યથાવત

admin
1 Min Read

ઉનાના સૈયદ રાજપરા ગામના દરીયામા હજુ પણ કરંટ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, ક્યાર નામનું વાવાઝોડું પલ્લટાઈ ગયું છે. પરંતુ દરીયો હજુ પણ ગાંડોતુર જોવા મળી રહ્યો છે. રાજપરાના દરીયામા કરંટના પગલે મહાકાય મોજા ઉછળ્યા અને રાજપરાના દરીયા કાંઠે આવેલ મકાન મોજાની થપાટથી ધરાશાયી થયું હતું. ઉલ્લેખનીય છે સૈયદ રાજપરાના દરીયા કીનારેની પ્રોટકંશન દીવાલ ધણા વર્ષોથી ટુટેલ છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી.‌‌ એમાં પણ ક્યાર વાવાઝોડાની વાત કરીએ તો હવામાન વિભાગે ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન વધુ જોખમી બની શકે છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડું પશ્ચિમ-વાયવ્ય દીશા તરફ આગળ વધી રહ્યું છે.હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી અરબ સાગરમાં 270 કિલોમિટર દૂર છે, જે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગની માહિતી અનુસાર આવનારા 5 દિવસોમાં ઓમાનના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે. વાવાઝોડાની તીવ્રતા હજી પણ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકિનારે માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચોમાસા પહેલાં ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થયેલા ‘વાયુ’ વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને લાખો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

Share This Article