ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ની 10 લાખ આમંત્રણ પત્રિકાઓ વહેંચવા ની શુભ શરૂઆત ઐઠોર મુકામે બિરાજમાન શ્રી ગણપતિ દાદા મંદિરે સૌ પ્રથમ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું… આમ આગામી મહોત્સવ માં 10 લાખ પરિવારો ને ભાવભર્યું આમંત્રણ પાઠવવાની પ્રક્રિયાની ભવ્ય શરૂઆત શ્રી ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદારો તેમજ સક્રિય સ્વયંસેવકો ની ઉપસ્થિતિ માં ભાવવિભોર ભક્તિમય અને ઉત્સાહ પૂર્વક કાર્યક્રમ યોજાયો.ઉલેખનીય થોડો દીવડો પેહલા કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે 18થી 22 ડિસેમ્બરના રોજ યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞને લઇ ભવ્ય ઉછામણી યોજાઈ હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી માઈભકતો મુખ્ય યજમાનથી લઈ વિવિધ ઉછામણીમાં ભાગ લેવા પધાર્યા છે.ઉછામણીનું લાઇવ પ્રસારણ પણ કરાયું હતું. મંડપમાં 3 મોટા એલઇડી લગાવાયા છે.
- Advertisement -
Latest News
- Advertisement -