પાટણ શહેરમાં જુના ગંજ બજાર થી સુભાષ ચોક જતા રસ્તા પર ગાયનું મૃત્યુ થયું હતું ગાય નો મૃતદેહ કલાકો સુધી રસ્તા પર રઝળતો રહેતા પાટણના એક યુવકે રસ્તા પર પસાર થતાં વાહનો અટકાવી દેતા હોબાળો થયો હતો રસ્તા પર ટ્રાફિક જામ થઇ જતાં પોલીસ દોડી આવી હતી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.શહેરમાં જુના ગંજ બજાર થી સુભાષ ચોક જતા રસ્તા પર ગાયનું મૃત્યુ થયું હતું કલાકો સુધી ગાયનો મૃતદેહ રસ્તા પર રઝળતો રહેતા પાટણના ગોપાલભાઈ ભરવાડ દ્વારા તંત્રનો ટેલીફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક ન થતાં તેમણે રસ્તા પર બાઈક ઉભું કરી રસ્તો બંધ કરી દેતા રાહદારીઓ અટવાઇ પડયા હતા જેને પગલે હોબાળો થયો હતો આ બાબતને પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ગોપાલભાઈ ભરવાડ સાથે સંઘર્ષ બાદ પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ગોપાલભાઈ ભરવાડ એ જણાવ્યું હતું કે કલાકોથી રસ્તા પર રઝડતા ગાયના મૃતદેહને નદીમાં લઈ જઈને દફનાવવામાં આવે તે માટે તંત્ર નો ટેલિફોનિક સંપર્ક કરવા માટે અનેક પ્રયાસો કરવા છતાં તંત્રનો સંપર્ક ના થતા છેવટે રસ્તો બંધ કરવો પડ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -