કમોસમી વરસાદના કારણે ખેત પેદાશો નિષ્ફળ

admin
1 Min Read

તાજેતરમાં કમોસમી વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ખેતપેદાશોને મોટાપાયે નુકસાન થયું છે,કેશોદ માંગરોળ તાલુકાના કોઇ ગામ એવા નહી હોય જ્યાં ખેડુતોની ખેતપેદાશોને નુકશાન થયુ ન હોય અનેક ગામોમાં હાલમાં પણ ઉભેલી મગફળી તથા ઉપાડેલી મગફળીના પાથરામા પાણી ભરેલા જોવા મળે છે કોઈ ખેડુતોના મગફળીના પાથરામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.અનેક ખેડુતોના મગફળીના ભર પલળી રહ્યા છે ખેત પેદાશો સાથે ઘાંસચારો પણ સળી રહયોછે અનેક એવા ખેડુતો છે જેમને પશુઓ માટે ઘાંસચારો પણ પુરો થઈ ગયોછે અને ઘાંસચારો રૂપીયા દેવા છતા પણ મળતો નથી ખેડુતોએ વાવણી કરેલ ત્યારે ખાતર બીયારણ જંતુનાશક દવાઓ નિંદામણ સહીત મોટા ખર્ચાઓ કરી ચુકયાછે છતા તૈયાર થયેલ ખેત પેદાશો ખેડુતોની નજર સામે હાથમાંથી છીનવાઈ રહી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.ઘણાં દિવસોથી કમોસમી વરસાદ થઈ રહ્યોછે હજુ પણ નવી નવી સિસ્ટમ બંધાઈ રહિછે અને કમોસમી વરસાદ થવાની શક્યતા સેવાઇ રહી છે આગાહી કરવામાં આવીછે છતા હાલના સંજોગોમાં ખેડુતોને માત્ર આશ્વાસન આપવા પણ ધાસભ્ય સાંસદ કે રાજકીય નેતાઓ આગેવાનો ખેડુતોની મુલાકાત લીધી નથી કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને વળતર સહાયની જાહેરાત કરવામાં આવી નથી

Share This Article