યાત્રાધામ ડાકોર ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી

admin
1 Min Read

ડાકોર રણછોડજી મંદિરમાં ગોપાષ્ટમીનાં મહાપર્વ પર મંદિરનાં ભંડારી મહારાજ અને મેનેજરો, સેવકગણ અને વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ગાયોની પૂજા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષોની પરંપરા મુજબ ડાકોરની તમામ ગૌશાળાની સેકડો ગાયોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગનો લ્હાવો લેવા ભક્તો આતુર બન્યા હતા.  ગાયોના ઘણ મુખ્યમાર્ગો પર નીકળતા ડાકોર જાણે ગોકુળમય બની ગયું હોય તેવો નજારો ઉભો થયો હતો. સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોપાષ્ટમીને અનોખી રીતે ઉજવવાની પરંપરા છે. કારતક સુદ આઠમે ઉજવાતા ગોપાષ્ટમી પર્વને ડાકોરમાં ગાયોની આઠમ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વનું વિશેષ મહત્વ એ છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં પહેલી વખત ગાયોને ચરાવવાનું શરૂ કર્યું હતું તે દિવસે કારતક સુદ આઠમ હતી. તેને લઇ આજે ગાયોની આઠમ કહેવાય છે. ગાયો પ્રત્યે એ પ્રભુના અનન્ય પ્રેમની કથા પણ જાણીતી છે. પ્રભુએ જાતે ગાયો ચરાવી પોતાની વેણુ (બંસરી) દ્વારા ગૌધનની સેવા કરી જગતને અનોખો સંદેશ આપ્યો હતો. આવા શ્રીકૃષ્ણ જ્યાં રાજા રણછોડના રૂપમાં જ્યાં સાક્ષાત બિરાજમાન છે તે ડાકોર મંદિરના ભંડારી મહારાજ અને મેનેજરો તથા સેવકગણ અને વૈષ્ણવોની ઉપસ્થિતમાં ગાયોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ પૂજા અર્ચના બાદ ડાકોર મંદિરની ગૌશાળા મોટી સંખ્યામાં ગૌધનને ડાકોરના માર્ગો પર થઇને સીમ વિસ્તારમાં ચરાવવા લઇ જવામાં આવી હતી.

Share This Article