વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી પ્લાસ્ટિકના ઉપયોગ સામે એક મહાભિયાન ચલાવવાની હાકલ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વખતની મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા તરફ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ આ અભિયાનમાં મ્યૂનિસિપાલિટી, એનજીઓ અને સહકારી ક્ષેત્ર આગળ આવે તે મતે પણ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારે પાટણના ચાણસ્માને પણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા સહકાર ભરતી પાટણ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાતાન જીલ્લાના ડી ડી ઓ હાજર રહ્યા હતા. ચાણસ્મા કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક તથા ચાણસ્મા નાગરિક સહકારી બેન્ક કંબોઈ દૂધ ઉત્પાદક મંડળીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સો જેવા બાઈક સવારોએ ચાણસ્મા નગરમાં ફરી પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ન કરવા માહિતી આપી હતી. આ બાઈક રેલીનું પ્રસ્થાન ચંદ્રકાન્તભાઈ પટેલ દ્વારા કરાયું હતું. અને નીલેશભાઈ પટેલ થતા વિજયભાઈ પટેલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અને મોટી સંખ્યામાં ગામના યુવાનો હાજર રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -