માંગરોળમાં વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ

admin
1 Min Read

રાજ્યમાં મહાવાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે તંત્ર પાણી પહેલા પાળ બાંધવાની તૈયારીમાં લાગી ગયુ છે.  જે અંતર્ગત જુનાગઢના માંગરોળમાં પણ મહા વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા માંગરોળના દરિયા કિનારે બે નંબરનુ સિગ્નલ આપવામા આવ્યુ છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મહા વાવાઝોડાની મહા મુસીબત આવનારી હોવાથી સરકારે તંત્રને એલર્ટ પર મુકી દીધું છે. સરકારના આદેશની અમલવારી માટે રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીએ તમામ સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી છે. તેમજ રાજ્યના રાહત કમિશનર અને મહેસુલ સચિવે દરેક જીલ્લા કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવા તાકીદ કરી હતી. મહા વાવાઝોડાનો સૌથી વધુ અસર જૂનાગઢ જિલ્લાના  માંગરોળ પર પણ થશે તેવું હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે. જેના પગલે માંગરોળ અને તાલુકાના દરીયા કિનારાના ગામોમાં વસવાટ કરતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. તેમજ એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

Share This Article