ભાજપની બહેનો દ્વારા પાટણમાં પોલીસને બાંધવામાં આવી રક્ષા પોટલી

admin
1 Min Read

પાટણ જીલ્લાના ચાણસ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યકર બહેનોએ પોલીસ જવાનોને રક્ષા પોટલી બાંધી ઉજવણી કરી હતી. બહેનો દ્વારા એક જાબાજ, પ્રમાણીક અને ઇમાનદાર પોતાની ફરજ ખડે પડે બજાવનાર એવા ચાણસ્માનાં પી.આઇ.એસ.આર ચોધરી સાહેબની પોસ્ટીંગ થોડાક દિવસ પહેલા જ થઇ છે. અને તેઓ સમગ્ર ચાણસ્મા તાલુકામાં એક સુંદર અને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ચાણસ્મા ખાતે પી.આઈ.એસ.આર ચૌધરીને ભાજપની બહેનોએ મો મીઠું કરાવીને પોતાના ફરજ પરના ભાઈની રક્ષા માટે એક પવિત્ર રક્શની રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા.

આ કાર્યક્રમમાં ભાજપની કાર્યકર બેહનો પટેલ મીનાબેન કમલેશકુમાર પટેલ, અરુણાબેન પટેલ, નયનાબેન દિપકભાઈ રાવલ, આ૨તીબેન વ્યાસ, અલ્કાબેન બાહુલભાઇ સથવારા, કીરણબેન એમ તમામ બેહનોએ પવિત્ર તહેવાર નિમિતે ફરજ બજાવતા પોલીસ જવાન ભાઈઓને રક્ષાપોટલી બાંધી લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરી હતી. ચાણસ્મા ફરજ નિભાવતા પી.આઈ.એસ.આર ચૌધરી દ્વારા પોતાની ફરજમાં બહેનોને જણાવ્યું હતું કે, કોઈ પણ સમયે પોલીસ સ્ટેશનના કોઇપણ કામ હોય ત્યારે અમારો તમામ સ્ટાફ બહેનોની રક્ષા અને તાલુકાના કાનુની સેવા માટે સતત હાજર રહેશે તેવી તમામ બહેનોને ખાતરી આપી હતી.

Share This Article