મહેસાણા : વિજાપુરમાં યુવકે બાળકનું અપહરણ કરી માંગી ખંડણી

admin
1 Min Read

મહેસાણામાં આવેલ વિજાપુર વિસ્તારમાં 19 વર્ષીય યુવકે એક બાળકનું અપહરણ કર્યું હતું. ધોરણ 7મા અભ્યાસ કરતા 12 વર્ષીય બાળકનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કર્તાએ વિદ્યાર્થીના પરિવાર પાસે રૂપિયા ૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી. સ્કુલે જતી વખતે રસ્તામાં બાળકનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસને ફરિયાદ નોધાવવામાં આવી હતી જેમાં પોલીસે મોબાઈલના લોકેશન આધારે આરોપીની અટકાયત કરવામાં આવી હતી. વિજાપુર પોલીસે આરોપી યુવકને પકડી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં રોજબરોજ અપરાધો વધી રહ્યા છે. તેમાં આ અપહરણના અપરાધો વધારે બનતા થયા છે. ગુજરાતની પરિસ્‍થિતિ બિહાર જેવી ન થાય તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. તેવામાં બનતા આવા અપહરણોના બનાવોથી લોકો પોતાના બાળકોને બહાર અથવા તો સ્કુલે મોકલવામાં પણ ભય અનુભવે છે. પ્રશાસને વધતા આવા તમામ અપરાધો પર કાબુ મેળવવો જોઈએ.

Share This Article