ઉના-ગીર ગઢડામાં વરસાદી માહોલ

admin
1 Min Read

ગીર સોમનાથના ઉના તથા ગીર ગઢડામાં મહા વાવાઝોડાની અસર વહેલી સવારથી જોવા મળી હતી. જેના કારણે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા જ વરસાદી વાતાવરણ સર્જાયુ હતું. ઉના તથા ગીર ગઢડા પંથકમાં વરસાદ શરુ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદના પગલે હવે ખેડૂતોને શિયાળુ પાક ઘઉં તથા બાજરીના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવાઈ રહી છે.  મળતી માહિતી મુજબ, ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટુ શરુ થયું હતું. વરસાદ અને ભારે પવન સાથે વરસાદ પડતા લોકોએ ઠંડીનો અનુભવ પણ કર્યો હતો. ધોડકવા ગામે આશરે બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે કપાસ તથા શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીંતી સેવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, મહાવાવાઝોડુ ડીપ ડિપ્રેશરમાં ફેરવાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share This Article