હારીજ તાલુકાના માંકા ગામ ખાતે ગોદડીયા પરિવાર આયોજિત ભાગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા હારીજ ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ, ચીંતા મણિ ગણપતિ મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તથા મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ભાઈનું પુષ્પ ફુલહાર સાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્મ સમાજવાડી ખાતે ભાઈએ ગાયત્રીમંત્ર, ભાગવતગીતા, કથાનું રસપાન કરાવ્યું હતું. તેમજ આશીર્વાદ લઈ બ્રહ્મ સમાજ યુવાનો ધન્યતા અનુભવી હતી. આવેલા મહેમાન પૂર્વગૃહ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગોદડીયા પરિવાર ઍન પી પટેલ, હરઞોવનભાઇ શિરવાડીયા, નરેશભાઈ જોશી, માલસુદ નિલેષ રાજગોર વગેરે પાટણબ્રહ્મ સમાજ અગ્રણીઓનું બ્રહ્મ સમાજ હારીજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કથામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ તેમજ નગરજનોએ કથાકારમાં કંઠથી કથારસનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
