પ્રતિબંધ છતાં સિંહ સાથે સેલ્ફી લીધી

admin
1 Min Read

જંગલમાં વૈભવી જીવન ગાળતા સિંહ કે જેને વનનો રાજા કહીએ છીએ. સિંહ જેની ચાલમાં રોયલ ઠાઠ જોવા મળે છે. ગીર સોમનાથમાંથી એક સિંહ સાથે સેલ્ફી લેતો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સિહ કપાળ સાથે આંબાની બાગમાં બેઠો હતો ત્યારે એક યુવાને સિંહની સામે સુતા સુતા સેલ્ફી લીધી હતી. તમને જણાવી દઈએ કે જંગલમાં સિંહ સાથે સેલ્ફી લેવામાં પ્રતિબંધ હોવા છતાં અવારનવાર આવી ઘટના પ્રકાશમાં આવતી હોય છે. આ વીડિયો ગીરગઢડાના જામવાડાન હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે માણસોની જેમ સિંહોને પણ પાણીની તરસ લાગતી હોય છે. અને સિંહ ઘણી વાર ગામમાં ગુસી જઈને પશુઓનું મારણ પણ કરતા હોય છે. પરંતુ આ યુવાનની હિમ્મતની પ્રશંસા કરવી પડશે કે સિંહ સામે સુતા સુતા તેને સેલ્ફી પડાવી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવાન કેવી રીતે સેલ્ફી લઇ રહ્યો છે અને સિંહ પણ પોતાનો ફોટો પડાવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

Share This Article