પાટણ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી ખેંચતાણમાં અટવાયા બાદ શુક્રવારે ફરી સભા યોજાઈ હતી જેમાં સભ્યોને મનાવી લેતા લવિંગજી ઠાકોરની ત્રીજીવાર સર્વાનુંમતે બીનહરીફ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી કરાઈ હતી. મળતી વધુ માહિતી અનુસાર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિ શરૂઆતના તબક્કાથી જ વિવાદોમાં સપડાયેલી છે જેમાં ભાજપ-કોંગ્રેસ બન્ને નિયમો વિરુદ્ર સમિતિ રચતા બન્ને પક્ષોએ કમિશ્નરમાં જઈ રદ કરાવી હતી. બીજા ટર્મમાં ભાજપે ફરી શિક્ષણ સમિતિની રચના કરી લવિંગજી ઠાકોરને ફરી શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવાનું પક્ષ નક્કી કરતા સપ્તાહ સભામાં પહેલા સભ્યો ગેરહાજર રહેતા વરણી મુલત્વી હતી. ભાજપે સભ્યોની નારાજગી દૂર કરી દેતા સભામાં સમિતિના તમામ 7 સભ્યો હાજર રહ્યા હતા. પક્ષ દ્વારા લવિંગજી ઠાકોરના નામનું મેન્ડેટ આપતા હરિફમાં કોઈ દરખાસ્ત ન કરતા સભાના અધ્યક્ષ દ્વારા લવિંગજીને બિનહરીફ ચેરમેન તરીકે જાહેર કર્યા હતા. જિલ્લા પંચાયતમા મહીલા અને બાળ વિકાસ સમિતિની બેઠકમાં ચેરમેન માટે પુનઃ ભચીબેન આહિરના નામની દરખાસ્ત કરાતાં તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે વરણી કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -