પાટણમાં ફરી એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. પાટણમાં આંગડીયા પેઢીનો કર્મચારી ધોળા દિવસે લુંટાયો હતો. લૂંટારૂ આંગડીયા પેઢીના કર્મચારીના હાથમાંથી 6 લાખનો મુદ્દા માલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. પાટણમાં આવેલી વસંત અંબાલાલ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવવામા આવી છે. એક બાઈક પર આવેલા બે આજાણ્યા ઇસમોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હેલ્મેટધારી બાઈકચાલક બેગ લૂંટીને ભાગી રહ્યો છે. જ્યારે કે કર્મચારી તેની પાછળ પકડવા ભાગી રહ્યો છે. પાટણના રેલવે ગરનાળા નજીક આ ઘટના બની હતી. બે શખ્સોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

