ઉનામાં આવેલ દોઢીં નેસમાં સિંહણ હડકાઈ થયાની આશંકા

admin
1 Min Read

ગીરના દોઢીનેસમાં માલધારી કાળુભાઇ વશરામભાઇ મોરી પોતાના ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણ આવી ચડી હતી અને હાથ-પગ અને પેટના ભાગે બચકા ભરવા લાગી હતી. આથી તેના મોટાભાઇ બાજુમાં હતા અને તેણે સિંહણ સાથે બાથ ભીડી ભગાડી મુકી હતી. આથી કાળુભાઇનો જીવ બચી ગયો હતો. કાળુભાઇને તાત્કાલિક સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે તોળા દિવસ પહેલા જ એક વ્યક્તિનો સિંહ સાથેનો સેલ્ફી પડેલો વીડિયો પ્રકાશ આવ્યો હતો. તમને ખબર જ હશે કે સિંહને છંછેડવો ખૂબ ભારે પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ઢોર ચરાવતી વખતે માલધારીને પણ ખબર ન પડે તે રીતે સિહને તેના પર હુમલો કર્યો હતો અને પેટના ભાગે બાચકા ભર્યા હતા. આ બાબતની જાણ થતા આજુબાજુના લોકોએ તેમનો બચાવ કર્યો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે બાદ જાણવા મળ્યું હતું કે આ સિંહણ સવારથી બધા પાછળ દોડે છે.

Share This Article