ગત સપ્તાહે અમેરિકાના સાઉથ કેરોલીનામાં 2 ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાનાં ભટાસણ અને ખરણા ગામનાં યુવકોની સ્ટોરમાં ઘુસીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. બન્ને યુવકો મોડી રાતે સ્ટોર્સ ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. આ બનાવના પગલે ગુજરાતમાં રહેતો બન્ને યુવાનના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. બન્ને યુવાનો પરિવાર સાથે અમેરીકામાં સ્થાયી થયા હતા. કિરણ પટેલની માલિકીના સ્ટોરમાં ચિરાગ પટેલ નોકરી કરતો હતો. ત્યારે ચિરાગ પટેલની હત્યા કરવામાં આવતા મહેસાણામાં રહેતા તેના સાસરી પક્ષમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે અને આક્રંદ કરી રહ્યા છે. ચિરાગ પટેલ તેની પત્ની ચોઉલા અને પુત્ર યથાર્થ સાથે અમેરીકામાં રહેતો હતો. ત્યારે હવે ચિરાગની હત્યા થયા બાદ તેનો પરિવાર ચિરાગની પત્ની અને પુત્રને યથાર્થને લઈને ચિંતિત બન્યો છે. બન્ને યુવાનના અમેરીકા સ્થિત પરિવારજનો પણ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે.
- Advertisement -
Latest News
- Advertisement -