ધરોઈ ડેમમાં 56.70 લાખ લીટર પાણી ઠલવાયુ

admin
1 Min Read

મહેસાણાના ધરોઈ ડેમમાં 4 વર્ષ બાદ 105 કિલોમીટર દૂરથી 3 જગ્યાએ નર્મદાનું પાણી લિફ્ટ કરી કલાકે 56.70 લાખ લીટર ધરોઈ ડેમમાં ઠાલવવામાં આવ્યુ છે. ધરોઈ ડેમમાં પાઈપલાઈનથી આ પાણી લાવવામાં આવ્યુ હતું. જે જમીનને સિંચાઈ માટે અપાય છે. મહત્વનું છે કે, 14 વર્ષ પહેલાં 294 કરોડના ખર્ચે પિયજ થી ધરોઈ ડેમ સુધી પાઇપલાઇન નખાઈ હતી. 9 શહેરો, 538 ગામો પીવાનું પાણી અને 177 ગામોની 82699 હેકટર જમીનને સિંચાઈ માટે ધરોઈમાંથી પાણી પુરુ પાડવામાં આવે છે. ધરોઈ ડેમમાં 56.70 લાખ લીટર પાણી ઠાલવવામાં આવ્યુ હતું. પિયજ નજીક નમર્દાની મુખ્ય કેનાલમાંથી પિયજ તળાવમાં ત્યાંથી માણસાના લોદરા તળાવમાં પાણી ઠાલવ્યા બાદ આ પાણીને વિજાપુર તાલુકાના રામપુરા તળવામાં ઠાલવી સીધું ધરોઈ ડેમમાં પાઇપલાઈનથી લવાઈ રહ્યુ છે. બીજીબાજુ મહેસાણા જિલ્લામાં સતત બીજા વર્ષે ચોમાસું નિષ્ફળ રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં મહેસાણા પંથકમાં વરસાદ સૌથી ઓછો પડયો છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બીજી તરફ ભૂગર્ભના જળનુ સ્તર ક્રમશઃ નીચે જઈ રહ્યું હોવાથી આગામી દિવસોમાં સિંચાઈના પાણી માટે ગંભીર ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી વકી જણાય છે.

Share This Article