પાટણ ખાતેની દાનસીંહ જાડેજા કુમાર છાત્રાલય ખાતે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ નિર્મિત જિલ્લાના ગામોના રાજપૂત સમાજના ડિરેક્ટરનું વિમોચન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંત આનંદમૂર્તિ મહારાજ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય તેમજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવું આહવાન કર્યું હતું. સાથે જ તેમણે યુવાનોને વધુમાં વધુ આગળ આવવા અને સમાજ માટે કંઈક કરી બતાવવા માટે પણ આહવાન કર્યુ હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ ચાવડા, અબડાસા કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર દીપૂબા દેવડા, સહિતના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણના મેનેજીંગ ટ્રસ્ટી વાઘુભા વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કરાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -