પાટણમાં કાલ ભૈરવ મંદિરે ભક્તોનો જમાવડો

admin
1 Min Read

પાટણ ખાતે આવેલ પ્રાચીન ભૈરવ દાદાના મંદિર ખાતે કાલ ભૈરવ દાદાની જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.  કાલ ભૈરવ જયંતિની રાજ્યભરના વિવિધ મંદિરોમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણના પારેવાસર્કલ નજીક આવેલ  પ્રાચીન ભૈરવ દાદાના મંદિરે કાલ ભૈરવ જયંતિ હોવાથી વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. અહીં ભક્તોએ ભૈરવ દાદાના આગળ શીષ ઝુકાવ્યુ હતું. ભૈરવદાદાની જન્મજયંતિ નિમિતે મંદિર પરિસરને ફૂલોથી સુશોભીત કરવામાં આવ્યું હતું. તેમજ છપ્પન ભોગ ચડાવવામાં આવ્યા હતા. મંદિર પરિસર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નિજ મંદિર પરિસર ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહત્વનું છે કે, શાસ્ત્રોમાં કાલ ભૈરવને ભય દૂર કરતા દેવ કહેવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન ભોલેનાથને ભજતા પહેલા કોઈ કાલભૈરવની સાધના કરે તો ભોલેભંડારી તેના પર પ્રસન્ન થાય છે.

Share This Article