વિજયાદશમીના પવિત્ર તહેવારે ક્યાંક સશ્ત્ર પૂજન તો ક્યાંક રાવણ દહન સહીત ફાફડા જલેબી ખાઈને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મુગલ કાળની એક અંદાજે ૨૦૦ વર્ષ જૂની અશ્વદોડની અનોખી પરંપરાની જો વાત કરીએ તો મુગલ કાળથી ચાલી આવતી આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે. ત્યારે કહેવત પ્રમાણે ” દશેરાએ જો ઘોડો ના દોડે તો શું કામનો .?” આમ કહેવત પોતાના પર ના લાગી આવે તે માટે આજે પણ ઘોડેસવારો ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં પોતાના પાણીદાર અશ્વો સાથે સ્પર્ધામાં જોડાય છે. પરંપરા મુજબ અહી ગામની પડતર જમીનમાં એક કિલોમીટરથી વધુ લાંબો એક રનવે બનાવી અંદાજે 60 જેટલા વિવિધ જગ્યાએથી આવેલ ઘોડે સવારો ઘોડાની નાચ, રેહવાનચાલ અને પાટી એટલે કે દોડની સ્પર્ધામાં જોડાય છે. આ સ્પર્ધામાં વિવિધતામાં એકતાની જાંખી પણ પ્રગટ થાય છે. એટલે કે હિંદુ મુશ્લીમ સહિતના લોકો આ સ્પર્ધામાં ભાગ લે છે. અહી રાજસ્થાની, કાઠીયાવાડી અને સાંધા આ ત્રણે પ્રકારની ઘોડી પણ જોવા મળે છે. જેને જોવા નાના ભૂલકાઓથી લઇ મોટેરા લોકો દુર દુરથી આ અશ્વ દોડ મેદાનમાં આવે છે. લોકોના મોટા માનવ મહેરામણ વચ્ચે ક્યાંક કોઈનો ઘોડો પોતાનું માલિકની લાજ રાખે છે તો કોઈક ઘોડું સાચે જ દશેરાએ ધજાગરા ઉડાવે છે. જેનો આનંદ પણ પ્રેક્ષ્કો માટે અનેરો બની રહે છે.
- Advertisement -
Latest News
- Advertisement -