પાટણમાં કારોબારી બેઠક યોજાઈ

admin
1 Min Read

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ કુલપતિ ડૉ.અનિલ નાયકના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં બેઠકમાં વિવિધ બાંધકામના ટેન્ડર પ્રક્રિયા મામલે ચર્ચા વિચારણા બાદ સેંધ્ધાંતિક મંજૂરી તેમજ કર્મચારીઓ દ્વારા દિવાળીનું બોનસ માંગવામાં આવ્યું હતું.  યુનિવસિર્ટી દ્વારા બોનસ આપી શકાય કે નહીં તે બાબતે સરકાર પાસે અભિપ્રાય માંગવાનું નક્કી કરાયું હતું  સાથે સાથે કર્મચારીઓને આપવામાં આવનાર સાતમા પગાર પંચમાં સુધારા વધારા કરવામાં આવે તે બાબતે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.

નવીન કોલેજના જોડાણ માટે આવેલી અરજી મામલે કોલેજમાં સ્થળ તપાસ માટે એક પ્રિન્સિપાલ અને ઇસી સભ્ય મળી બે સભ્યોની એલઆઇસી કમિટીની રચના કરાઈ હતી અને તે સહીત વિવિધ વહીવટી કામોને મંજૂરી અપાઈ હતી.  તેમજ લેવાયેલા તમામ નિર્ણયને આખરી મંજૂરી પણ અપાઈ હતી.   બેઠકમાં રજીસ્ટાર ડી.એમ પટેલ સહીત ઇસી મેમ્બરો હાજર રહ્યા હતા.

Share This Article