પાટણ : યુવા ક્રાંતિ સંગઠને કર્યો વિરોધ પ્રદર્શન,

admin
1 Min Read

પાટણ ખાતે યુવા કાંતિ યુવા સંગઠન દ્વારા બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય યોગ્ય તપાસ માટે SIT કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું .રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે બિન સચિવાલય ની પરીક્ષા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠેલી ગેરરીતિને રાવ તેમજ પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર વોટ્સએપ દ્વારા પેપર લખાતા હોવાના ફોટો વાયરલ થયા હતા.

જેથી પરીક્ષા પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું લાગી રહ્યું હોય ઉમેદવારોને અન્યાય ન થાય અને ગેરરીતિઓ આચરનાર લોકોને સજા થાય તે માટે પરીક્ષામાં થયેલ ગેરરીતિઓ ની તપાસ માટે એસઅાઈટી કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ સાથે  પાટણ ખાતે યુવા ક્રાંતિ સંગઠન દ્વારા બગવાડા દરવાજા ખાતે થી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવાનું આવ્યું હતું.

Share This Article