જુનાગઢ: કલેકટરને આવેદનપત્ર અપાયું ,લીઝ ધારકો દ્વારા આપવામાં આવ્યું આવેદન

admin
1 Min Read

 ઉપલેટા-ધોરાજી ભાદર નદી વિસ્તારમાં સરકાર દ્વારા રેતીની લીઝો ચલાવવા કાયદેસરની મંજૂરી આપવામાં આવેલી છે.  જેથી લીઝ પરવાનેદારો દ્વારા સરકારના ધારાધોરણો મુજબ સ્થાનિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર લીઝો ચલાવવામાં આવે છે, ત્યારે અમુક વિઘ્ન સતોષીઓ દ્વારા પોતાના હિત માટે તથા પોતે બેફામ બની રેતી ચોરી કરી શકે તે માટે હાલ અવારનવાર કાયદેસર રીતે લોકો સામે વિવિધ આક્ષેપો વાળી અરજીઓ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે.  

અત્રે બનાવની વિગત એવી છે કે ઉપલેટા તાલુકાના તંલગણા વિસ્તારની ભાદર નદીનાં લીઝ વિસ્તારની આસપાસના ખેડૂત પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જે કાયદેસરની લીઝો છે તે તમામ વ્યવસ્થિત ચાલે છે અને તેનો તેઓને કોઈ વાંધો નથી.  પરંતુ અમુક લોકો ઉનાળાના સમયે કાયદેસર લીઝથી થોડે દૂર કોઈ ખેતર માંથી ભાદર નદીમાં ગેરકાયદેસર રીતે તળ ઉતારી બેફામ રેતી ચોરી કરે છે અને જેમાં ચોરી કરનારાઓ પર સરકાર દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી તેઓ દ્વારા આવી અરજીઓને હાથો બનાવી કાયદેસર લીઝ ધારકોને હેરાન કરવામાં આવે છે.

Share This Article