ભારત દેશના ક્રાન્તિકારી સ્વાતંત્ર સેનાની બિરશા મુંડાના જન્મ દિન નિમિત્તે આજરોજ પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાછળ આવેલ રામજીમંદિર ભીલવાસ ખાતે એક દિવસીય મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા 2022 સુધી તમામ ઘર વિહોણા લોકોને આવાસ આપવાની જાહેરાત વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલ ભીલ, તરુણચંદ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે બિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. બિરસા મુંડાએ જૂન ૯, ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. બિરસા મુંડાએ તાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગતી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -