મહેસાણા બાયપાસ રોડ પર ડીઝલ ભરેલુ એક ટેન્કર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને માત્ર સામાન્ય ઈજા થવા પામી હતી. ટેન્કર પલટી ખાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મહેસાણા બાયપાસ રોડ ભારે વાહનોથી ધમધમતો રસ્તો છે. અવાર નવાર અહીં અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે હવે ડીઝલ ભરેલુ એક ટેન્કર અચાનક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. રાધનપુર બાયપાસથી ઊંઝા તરફ જતા રસ્તા પર ડીઝલ ભરેલુ એક ટેન્કર અચાનક પલટી ખાઈ જતા ઠેર ઠેર ડીઝલના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકો કેરબામાં ડીઝલ ભરીને લૂંટ ચલાવા લાગ્યા હતા. બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેના પગલે લોકો ડીઝલ ભરેલા કેરબા મૂકીને ઊંધી પૂછડીએ ભાગ્યા હતા.
- Advertisement -
Latest News
- Advertisement -