પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજાથી વાદી સોસાયટી જવાના માર્ગ ઉપર આવેલ ડિવાઈડરની જમીન બેસી જતા મોટો ભુવો પડી ગયો હતો. જેને લઈ પાટણ નગરપલિકા દ્વારા તાત્કાલિક જે.સી.બી મશીન મારફતે ભુવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ત્યાં મોટો ખાડો કરીને ને ભુવો પડવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી અવર જવરના બન્ને માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સતત 3 દિવસ મોડી રાત સુધી ખડે પગે રહી યુદ્ધના ધોરણે સંપૂર્ણ કામ પૂરું કરાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -