સાબરકાંઠા-ગરમીના ઉકળાટ વચ્ચે ખેડબ્રહ્માપંથકમાં ઝાપટું

Subham Bhatt
1 Min Read

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અસહ્ય ઉકળાટના કહેર બાદ શુક્રવારે ગરમીમાં અચાનક 2ડિગ્રી સુધીનો વધારો થયો હતો. જેને લઇ દિવસભર અસહ્ય ઉકળાટ સાથે દેહદઝાડતી ગરમીનોકહેર વરસ્યો હતો. મહેસાણામાં 40.3, ઇડર અને પાટણમાં 40.5, ડીસા 40.6, ઇડર 40.5 અને મોડાસામાં 39.4 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

A gust of heat in Khedbrahmapanthak amidst the scorching heat of Sabarkantha

દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ સાંજના 5 વાગેખેડબ્રહ્મા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક ચડી આવેલા વાદળો ખેડબ્રહ્માનાપશ્ચિમ વિસ્તારમાં આવેલા પાટડી, મટોડા સહિતના ગામોમાં દસેક મિનિટ સુધી વરસાદ વરસ્યોહતો. શનિવારે ઉ.ગુ.ના વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

Share This Article