રાજકોટ-લેડી ડ્રમરે પોતાના જ લગ્નમાં ડ્રમ વગાડી બોલાવી રમઝટ

Subham Bhatt
2 Min Read

પહેલાના સમયમાં દુલ્હનને એક ખૂણામાં બેસાડવામાં આવતી અને જાનૈયાઓ નાચતા પરંતુ આજનીયુવા પેઢી કંઈક અલગ હંમેશા કરતી હોય છે. દુલ્હન પોતાના જ લગ્નમાં ગીતો પર જુમતી જોવા મળે છેપરંતુ પોતાના જ લગ્નમાં ડ્રમ વગાડવું એવા કિસ્સાઓ તો ભાગ્યે જ બનતા હોય છે. આવો જ એક કિસ્સોગુજરાતમાં બન્યો છે જ્યાં દુલ્હન પોતાના જ લગ્નમાં ડ્રમ વગાડવા લાગી. આ વાત છે ધોરાજીની એકદુલ્હનની… જેને પોતાના જ લગ્નમાં તાન ચડ્યું અને ડ્રમ વગાડીને મહેમાનોને ગરબે જુમાવ્યા.. આ દુલ્હનનું નામ છે ગાર્વીન પટેલ જેની જાન ઓસ્ટ્રેલીયાથી આવી હતી. વરરાજાનું દીપ છે જે ગાર્વિનનેછેલ્લા 1 વર્ષથી ઓળખે છે. ગાર્વિનના ટેલેન્ટ વિશે વીશેષ ખ્યાલ ન હોઈ દીપ રીતસર ચોકી ઉઠ્યો હતોઅને પોતે પણ જુમવા લાગ્યો હતો.જયારે ગાર્વિનને દીપે ડ્રમ વગાડતા જોઈ ત્યારે જાણ્યું કે તેણી સૌરાષ્ટ્રની એક માત્ર લેડી ડ્રમર છે અને દાંડિયા ક્વીન છે

 

Rajkot-Lady drummer called Ramzat to play drums at his own wedding

ધોરાજીની રહેવાસી ગાર્વિન પટેલ નામની યુવતી છેલ્લા ૨૦ વર્ષથી અર્વાચીન ગરબા રમે છે. તેણે ધોરાજી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ, પોરબંદરઅને રાજકોટમાં નવરાત્રી દરમ્યાન 400 થી વધુ ટ્રોફીઓ અને લાખોના ઈનામો મેળવેલા છે. ગાર્વિનમીડિયા સાથે વાત કરતા જણાવે છે કે હું મારી આવડતથી ગરબામાં પ્રથમ નંબર મેળવુ છું છેલ્લા 15વર્ષથી હું રાજકોટ ગરબા રમવા આવું છુ. હું એક ડીજે પ્લેયર છું અને મારી બહેન લિઝા પટેલ પણ ખૂબ જસારી ડ્રમર છે.મને પણ ડ્રમ વગાડવાના શોખ ને કારણે રેગ્યુલર હું ડ્રમ વગાડી રહી છું અને મારા જ લગ્નહોઈ તો ડ્રમ વગાડ્યા વિના કેમ રહી શકું ? માટે આજે મને ડ્રમ વગાડતા જોઈને મારા હસબન્ડ દીપ તેમજ તેમનો પરિવાર અચરજ પામ્યો હતો.જીવનમાં દરેક સ્ત્રીને જે પણ તેનામાં ટેલેન્ટ હોઈ તે બહાર લાવવું જોઈએ અને ક્યારેય પણ હાર માન્યા વિના કોઈ પણ સ્થિતિમાં આગળ વધવું જોઈએ.

Share This Article