પંચમહાલ-પંચમહાલમાં પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધવા માટેનો નવો અભિગમ

Subham Bhatt
1 Min Read

પંચમહાલમાં પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધવા માટેનો નવો અભિગમ, પોલીસની માઉન્ટેડ શાખા આપી રહી છે ઘોડેસવારીની તાલીમ. ગોધરા શહેર પોલીસ દળની માઉન્ટેડ શાખા દ્વારા શહેર પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ના પ્રોત્સાહનથી લોકોને અશ્વચાલનની તાલીમ મળી રહી તે માટે ચેતક હોર્સ રાઈટિંગ સ્કુલ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું .જેમા નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણા, હિમાલા જોષી સહિત પોલીસ કર્મચારીઓની ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ વાજબી ગણાય એવા દરે આ તાલીમ આપવામાં આવશે.

A stone pelting incident took place in Panchmahal-Varghoda

કાયદાનું પાલન કરાવતી પોલીસ ક્યારેક સખત પણ બનતી હોય છે. જેના કારણે કેટલાક લોકોમાં પોલીસનો ડર રહેતો હોય છે. જો કે ખરેખર તો પોલીસ તંત્ર તો પ્રજા માટે સંકટ સમયની સાંકળ સમાન છે. પોલીસ અને પ્રજાને એકમેકના પૂરક બનાવવા સુરક્ષા સેતુ હેઠળ ગોધરા શહેર પોલીસે   ઘોડેસવારી ની તાલીમ માટે ચેતક હોર્સ રાઈટિંગ સ્કુલ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ગોધરા પોલીસના અશ્વ દળ પાસે હાલમાં રતન, પવન, નૂતન, રાજનસ, ઝૂલિયો, નામો આપવામાં આવ્યા છે.

Share This Article