પંચમહાલ-ટપરપુરા ગામનાં ઈસમ મૃત હાલતમાં મળી આવતા ચકચાર

Subham Bhatt
1 Min Read

યાત્રાધામ પાવાગઢ ખાતે ધોળકાના ટપરપુરા ગામેથી મહાકાળી માતાજીના દર્શને આવેલ ઈસમ ડુંગર પર દુધિયા તળાવ નજીકથી મૃત હાલતમાં મળી આવતા પાવાગઢ પોલીસે બનાવ અંગે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંગળવારના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ટપરપુરા ગામે રહેતા અંદાજે ૪૦થી ૪૫ વર્ષની આયુ ધરાવતા ઘનશ્યામભાઈ લાલજીભાઈ જાદવ મહાકાળી માતાજીના દર્શન માટે એકલા પાવાગઢ ખાતે આવ્યા હતા જેમાં પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મંદિરના પગથિયા નજીક આવેલ દુધિયા તળાવ પાસેના એક ઓટલા પર ઘનશ્યામભાઈ બપોરના સુમારે આરામ કરવા માટે સૂઈ રહ્યા હતા તે સુઈ રહેલ હાલતમાજ કોઇ કારણોસર કુદરતી રીતે ઘનશ્યામ ભાઇનું મૃત્યુ થયું હતું

A stone pelting incident took place in Panchmahal-Varghoda

અને ઘનશ્યામભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા જેમાં આસપાસના લોકોએ બનાવ અંગેની જાણ પાવાગઢ પોલીસ મથકે જાણ કરતા પાવાગઢ પોલીસ મથકની ટીમ દુધિયા તળાવ ખાતે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેઓના મોબાઈલ ફોન મારફતે ઘનશ્યામભાઈની ઓળખ કરી ધોળકાના ટપરપુરા ખાતે તેઓના પરિવારજનોને બનાવ અંગેની જાણ કરી મૃતક ઘનશ્યામભાઈના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરામ કરતી વખતે કુદરતી રીતે ઘનશ્યામભાઈનું મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન કરી પાવાગઢ પોલીસ મથકે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article