હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પરેડ કેમ્પનું આયોજા કરાયું

admin
1 Min Read

 

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અમદાવાદની પ્રાદેશિક કચેરી દ્વારા ગત 4 નવેમ્બરથી 14 નવેમ્બર એમ કુલ દસ દિવસ માટે વેસ્ટ જોન પ્રિ રિપબ્લિક ડે પરેડ કેમ્પ 2019નું આયોજન થયું હતું. જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્ર દીવ-દમણ અને ગુજરાત એમ કુલ 7 રાજયોના 200 વિદ્યાર્થીઓને તાલીમબધ્ધ કરાયા હતા. જે વિધાર્થીઓ આગામી 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હી રાજપથ પર યોજનારી પરેડ માટે 40 વિધાર્થીઓની પસંદગી કરાયા બાદ આજે આ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.અનિલભાઈ નાયક, પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા,  ધારપુર મેડિકલ કોલેજના ડિન ગોસ્વામી, રજીસ્ટાર ડો. ડી એમ પટેલ  અને એસ.એસ.ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાય, કારોબારી સભ્યો શૈલેષભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ, એન.એન.એસના હેડ ડામોર સહિત યુવા તાલીમાર્થી, યુનિવર્સિટીના અધ્યાપકો, વહીવટી સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટી સ્થિત એસ.ટી, યુજી અને પીજી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મનોરંજન કક્ષનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ટેલિવિજન, કેરમ અને ચેસ જેવી રમતો માટેની વ્યવસ્થા ઊભી કરાઇ હતી.

Share This Article