પાટણમાં પીઆઈ ચદ્રકાંત ચૌહાણનું સન્માન

admin
1 Min Read

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ કક્ષાનાં પોલીસકર્મીઓને પી.આઈ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા હતા. ત્યારે ડેર ગામના ચદ્રકાંત.બી ચૌહાણને પણ પી.આઈ તરીકેનું પ્રમોશન મળ્યું છે. પી.આઈનું પ્રમોશન મળતા તેમની કડી તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં નિમણુક કરાઈ  છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા ચદ્રકાંત.બી ચૌહાણ ગાંધીનગર ખાતે આઈ.જી ઓફિસમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. તેમને વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં પી.આઇની નિમણુક મળતા તૂરી બારોટ સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  જેને લઈ માદરે વતન ડેર ખાતે ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો અને સમાજ બંધુઓ દ્વારા પી.આઈનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું.  ફુલહાર, શ્રીફળ, મોમેન્ટો અને સાલ ઓઢાડીને ચદ્રકાંત.બી ચૌહાણનું પી.આઈ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. સમ્માન બદલ પી.આઈએ તમામ ગ્રામજનોનું આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share This Article