મહેસાણામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

admin
1 Min Read

ગુજરાતમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોનાં ઉભા પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે મહેસાણા લિંચ ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં રીગણની વાવણી કરી હતી પરંતુ કમોસમી વરસાદના કારણે રીગણના ઉભા પાકમાં ભારે નુકશાન થતા હવે ઉપજ થાય તેમ હોવાથી તેને આજે ગાયોને ચરવા મોકલી દીધી  હતી. ગુજરાતના ખેડૂત માટે સાલું વર્ષ નુકશાનનું વર્ષ સાબિત થયું છે. એક બાજુ મોંઘા બિયારણ,  મોંઘી મજૂરી અને મોંઘા ડીઝલના ખર્ચના કારણે ખેડૂતોને પાકની વાવણી કરવી મોંઘી થઈ છે, ત્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં નવરાત્રીના સમયે તો દિવાળી સમયે બબ્બે વાર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે.  ત્યારે મહેસાણામાં પણ ચાલુ વર્ષે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું હતું.   કારણે આજે મહેસાણાના લિંચ ગામના એક ખેડૂતએ પોતાના ખેતરમાં રીગણની વાવણી કરી હતી. પરંતુ કમોસમી વરસાદના રીગણનાં પાકની ઉપજ થઈ હોવાથી અને હવે શિયાળા પાકની વાવણી કરવાની હોવાથી આજે ખેડૂતે પોતાના નષ્ટ ઉભા પાકમાં ગાયોને ખુલ્લી ચરવા મૂકી દીધી હતી.

Share This Article