ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 75મી જન્મ જ્યંતીના રોજ રાધનપુર ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 20 ઓગસ્ટના રોજ સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. જેને લઈ સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને લઈ રાધનપુરમાં પણ મીરા દરવાજા પાસે આવેલ મુસ્લિમ ઘાચી સમાજની ઇબાદત ગાહ તેમજ ઠાકોર સમાજના સ્મશાન ગૃહમા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ રાધનપુર તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ તરફથી રાખવામાં આવ્યો હતો. જેમાં સ્વર્ગીય રાજીવગાંધીની 75 મી જન્મજયંતીના રોજ 75 વૃક્ષોનું રોપણ કરી કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાધનપુર, સાતલપુર તાલુકા શહેરના હોદેદારો, કાર્યકરોએ નગરપાલિકા કાઉન્સિલરો અને તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ સેલનાં આગેવાનો પણ હાજર રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -