કોડીનારના ડોળાસા ગામે જોવા મળ્યો અજગર

admin
1 Min Read

ગીર સોમનાથના કોડીનારના ડોળાસા ગામે કૂવામાં અજગર ખાબક્યો હતો. આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કુવામાં અજગર જોવા મળતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, કોડીનારના ડોળાસા ગામે કુવામાં અજગર નજરે પડ્યો હતો. જેની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.. મહાકાય અજગરને જોતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગેની જાણ જામવાળા વન વિભાગની ટીમને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગની ટીમે કુવામાંથી અજગરને બહાર કાઢવા રેસ્ક્યુ શરુ કર્યુ હતું. ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ વન વિભાગની ટીમનો પણ આભાર માન્યો હતો.

 

Share This Article