ઊંઝા તાલુકાના કહોડા ગામે એક થી 3 વાગ્યાના અરસમાં ઘરની ઓસરીમાં સૂતેલા યુવકની ઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જોકે હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઇ રહસ્ય સર્જાયુ છે.પોતાના ઘેર રાત્રે સૂઇ ગયેલા દિલીપસિંહ વિનુજી વજાજી રાજપૂત (32 ) ની ખાટલા માં હત્યા કરી લાશ નીચે પડેલી હાલતમાં મળી આવતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. મૃતકને ગળા, મોઢા અને માથાના ભાગે ઇજાના નિશાન છે. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા કવાયત હાથ ધરી છે. મૃતક વાહનો લે વેચનો વ્યવસાય કરતો હતો.
- Advertisement -
Latest News
- Advertisement -