પંચમહાલ-પાવાગઢ પોલીસ મથકનો આરોપી ઝડપાયો

Subham Bhatt
1 Min Read

પાવાગઢ પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઉપલેટા રાજકોટ ખાતેથી ઝડપી પાડતી પાવાગઢ પોલીસ. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ આર.જે.જાડેજાએ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે

Accused of Panchmahal-Pavagadh police station arrested

જે અંતર્ગત પીએસઆઇ આર.જે.જાડેજાને બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકના 2021 ના અપહરણ અને પોકસોના ગુનાનો નાસતો ફરતો આરોપી સુરેશભાઈ ભાઈલાલભાઈ રાઠવા રહે.બાલાવાટ તાલુકા.જિલ્લો. છોટાઉદેપુરનાઓ હાલમાં રાજકોટ ના ઉપલેટા ખાતે છે જે બાતમીના આધારે પાવાગઢ પોલીસ મથકના કર્મચારીઓ કલ્પેશકુમાર,કેટનકુમાંર દેવરાજભાઈ, ઉર્વશીબેન ગણપતભાઇનાઓ ઉપલેટા ખાતે પહોંચી બાતમી વાળા સ્થળેથી સુરેશભાઈ રાઠવાને ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article