સુરત- અઢી વર્ષનાં લક્ષિત કાયતને મળી નવી દ્રષ્ટિ

Subham Bhatt
2 Min Read

સુરતના ચોક બજાર સ્થિત જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મૂળ રાજસ્થાની પરિવારના અઢી વર્ષના બાળક લક્ષિતના મોતિયાનું આંખના ડો.ઋષિકુમાર માથુર દ્વારા સફળતાપૂર્વક નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી હતી. ડો.ઋષિકુમાર માથુરે જણાવ્યું કે, ૧૦,૦૦૦ બાળકોએ એક બાળકમાં આવો કેસ જોવા મળે છે.  મૂળ રાજસ્થાની અને હાલ શહેરના ગોડાદરા વિસ્તારના માનસરોવર સોસાયટીમાં રહેતા લક્ષિતના પિતા પવન કાયત કાપડ માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Surat- Two and a half years of targeted work got a new vision

તેઓ જણાવે છે કે, લક્ષિતના આંખમાં ખામી જણાતા ખાનગી હોસ્પિટલમાં બતાવતા બન્ને આંખોમાં મોતિયા હોવાનું નિદાન થયું હતું. પવનભાઈ કહે છે કે, મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી મુશ્કેલ હતી, ત્યારે તેવા સમયે સ્લમ કમિટીના ચેરમેન અને કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત તથા ગુજરાત નર્સિગ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ ખાનગી હોસ્પિટલના તમામ રીપોર્ટ નિઃશુલ્ક કરાવ્યા હતા.

Surat- Two and a half years of targeted work got a new vision

તેઓએ જ મને જુની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું. જેથી વહેલી તકે અમે લક્ષિતને લઈને જુની સિવિલ ખાતે બતાવીને ડો. માથુર પાસે સર્જરી કરાવી જેનુ આજે સફળ પરિણામ મળ્યું હોવાનું તેઓ જણાવે છે. નિઃશુલ્ક સારવાર આપી મારા બાળકને નવી દ્રષ્ટિ આપવા બદ્દલ તમામ તબીબ સ્ટાફ અને સરકારનો અંતઃપૂર્વક આભાર માન્યો હતો.   જુની સિવિલ ખાતે કાર્યરત અને અત્યાર સુધી ૨૦ થી ૩૦ હજાર આંખોનું સફળ ઓપરેશન કરનાર ડો. ઋષીકુમાર માથુરે જણાવ્યું કે, લક્ષિતના બંને આંખમાં મોતિયાની તકલીફ છે તેમાંથી આજે જમણી આંખની સફળ અને નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી છે.

Surat- Two and a half years of targeted work got a new vision

જયારે ડાબી આંખની ટુંક સમયમાં સર્જરી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, આ ૧૦,૦૦૦ બાળકોમાંથી એક બાળકમાં આવો કેસ જોવા મળે છે. ખાનગી હોસ્પિ.માં સારવારનો ખર્ચ અંદાજિત રૂ.૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ જેટલો થાય છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં અનુભવી તબીબી ટીમ તથા અદ્યતન ટેક્નોલોજીના સાધનો સાથે સફળ સર્જરી કરવામાં આવી છે. તેઓ કહે છે કે, જુની હોસ્પિટલમાં મોતિયાના દરરોજ ૨૫-૩૦ થી વધુ જ્યારે વર્ષમાં ૨૫૦૦થી વધુ ઓપરેશન કરવામાં આવતી હોય છે એવું તેમણે ઉમેર્યું હતું.

Share This Article