મહેસાણામાં 8 માસની બાળકી પર એસીડ એટેક

admin
1 Min Read

મહેસાણા નજીક બાળકી પર એસિડ અટેક કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ચાલાસણ ગામે 8 માસની બાળકી પર એસિડ અટેક થતા ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતુ. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને બનાવના પગલે મહેસાણા જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસમાં બાળકી કુપોષિત હોવાનો પણ ખુલાસો થયો હતો. જેથી  પોલીસે આ મામલે ઘરના સભ્ય પર જ શંકાની સોય રાખી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાએ જ બાળકી પર એસીડ એટેક કર્યાનું રહસ્ય ખુલ્યુ હતું.

મળતી માહિતી મુજબ, મહેસાણાના કડી તાલુકાના ચાલાસણ ગામમાંથી 8 મહિનાની બાળકી પર એસિડ એટેકની ઘટના સામે આવી હતી. એસીડ એટેકમાં ગંભીર રીતે દાઝી ગયેલ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. આ મામલે તપાસનો ધમધમાટ શરુ થતા દીકરી પર પિતાએ જ એસીડ નાંખ્યુ હોવાનું બહાર આવ્યુ હતું.

Share This Article